User:Vyom25/Translation

Sockpuppet edit

1 edit

આ પાનું વિકિડેટાની કઠપૂતળી અંગેની નીતિ ધરાવે છે.

2 edit

સંપાદકોને વૈધ ઉપયોગો માટે વૈકલ્પિક ખાતું વાપરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. જોકે, એક કઠપૂતળી એ ગેરમાન્ય, વિક્ષેપ કરતું વૈકલ્પિક ખાતું (મુખ્ય ખાતાંના વધારામાં) છે. સામાન્ય રીતે સંપાદકોએ એક જ ખાતું વાપરવું જોઈએ, તેનું એક કારણ એ છે કે એક ખાતાંના ઉપયોગથી જવાબદારી જળવાય છે, અને સભ્યનાં બધાં જ યોગદાન Special:Contributions ખાતે જાળવી શકાય છે. આ નીતિ વૈકલ્પિક ખાતું રાખવાની વિરુદ્ધમાં નથી, પરંતુ તેનો ઉપયોગ પ્રકલ્પને ખોરવવા કરવામાં આવે તેની વિરુદ્ધ છે. કઠપૂતળી એક કરતાં વધુ ખાતાં અને/અથવા IP સરનામાં ઉપયોગ દ્વારા પ્રતિબંધથી અથવા અન્ય રોકથી બચવાને આવરે છે પરંતુ તે ઉપરાંત મતદાનમાં અથવા તેના જેવી પ્રક્રિયામાં(જેવી કે હક્કો માટે વિનંતી) મતની સંખ્યા વધારવા, અને કોઈ અન્ય સભ્યની માલિકીના ખાતાંનો વપરાશ સામેલ છે. સામાન્ય રીતે, એક જ સભ્ય દ્વારા અનેક ખાતાંના ઉપયોગ વડે એક કરતાં વધુ સભ્યની છાપ ઊભી કરવી તેની પરવાનગી નથી.

3 edit

===વૈકલ્પિક ખાતાંના શક્ય વૈધ ઉપયોગ===

4 edit

===શંકાસ્પદ કઠપૂતળીને સંભાળવા===

5 edit

વધુ પડતા સંદિગ્ધ કિસ્સામાં કે જ્યાં કઠપૂતળીની વ્યાજબી ચિંતા હોય, ત્યાં ચેકયુઝરની મદદથી તપાસ કરી શકાય. ચેકયુઝર એવું સાધન છે જે કેટલાક હક્કો ધરાવતા સભ્યોને અન્ય સભ્યોના IP સરનામાંને લગતી માહિતી આપે છે, જે સામાન્ય રીતે ખાનગી માહિતી છે. આ પ્રકારના સાધન વાપરવાના હક્ક ધરાવતા સભ્યને ચેકયુઝર કહે છે. વિકિડેટા પર હાલમાં સ્થાનિક રીતે ચૂંટાયેલ ચેકયુઝર નથી, તેથી આ માટેની વિનંતીઓ m:Steward requests/Checkuser ખાતે નોંધાવવી જેથી કારભારી તેની તપાસ કરી શકે. ચેકયુઝરનો વપરાશ હંમેશા કઠપૂતળીને પકડવા અને તેને અટકાવવા માટે થાય છે. એ વાત નોંધશો કે કારભારી (તેના ચેકયુઝર તરીકેની ભૂમિકામાં) સીધું જ ખાતાંનું IP સરનામું જાહેર નહિં કરે, પણ તે જણાવશે કે તકનિકિ રીતે તે ખાતું અન્ય સાથે જોડાયેલ છે કે નહિ (સામાન્ય રીતે બંને ખાતાંની IP સરનામાંની વિગત મેળ ખાતી હોય અને તેથી સાબિત થાય કે એક જ સભ્ય બધાં ખાતાં ચલાવે છે) તે એક સામાન્ય નિયમ છે.

6 edit

એ વસ્તુને ધ્યાનમાં રાખવી કે કઠપૂતળીના આરોપો માટે પુરાવા જરૂરી છે. સામાન્ય રીતે, અનેક ખાતાં માટે પરવાનગી છે, અને વખતોવખત તેને પ્રોસ્તાહન અપાય છે, અને જો તેનો દુરુપયોગ થાય તો જ આ નીતિ હેઠળ તેને અટકાવી શકાય.

7 edit

તે સિવાય, જોકે, વૈકલ્પિક ખાતાંને ઘણા હેતૂઓથી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેઓ સમસ્યારૂપ નથી, જ્યાં સુધી તેનો વપરાશ રચનાત્મક કાર્ય માટે કરવામાં આવે.

8 edit

નીચે જણાવેલ મુદ્દા વૈકલ્પિક ખાતાંના વૈધ વપરાશ ગણવામાં આવે છે, અને તેની સાથે જોડાયેલ પૂર્વશરતોનું જો પાલન થાય તો તેઓ સમસ્યારૂપ નથી. વધારામાં, જરાય ન વપરાતાં વૈકલ્પિક ખાતાં જાહેર કરવાની જરૂરિયાત નથી, કારણ કે મોટા ભાગના કિસ્સાઓમાં સમુદાયને તે વિશે જાણવાની જરૂરિયાત નથી હોતી.

9 edit

વૈકલ્પિક ખાતાં કે જે દેખીતી રીતે સરખાં હોય પરંતુ જાહેર ન કરેલ હોય, અને તેમનો ઉપયોગ ખોરવણીના હેતૂથી કરાતો હોય, તો તેને સાબિત થયા બાદ અનિશ્ચિત કાળ માટે વિકિડેટા પર સંપાદન કરવાથી પ્રતિબંધિત કરી શકાય. ગંભીર અથવા વારંવાર થતા કિસ્સામાં, મુખ્ય ખાતાં પર પણ પ્રતિબંધ મૂકી શકાય. કઠપૂતળીના શંકાસ્પદ કિસ્સા પ્રંબધકોના સૂચના પટ પર જણાવી શકાય.

10 edit

વૈધ બોટને આ નીતિથી બાકાત રાખવામાં આવેલ છે કેમ કે તે આપોઆપ કરવામાં આવતા સંપાદન માટે વપરાય છે. બોટ પરવાનો ધરાવતું હોવું જોઈએ અથવા પરીક્ષણ હેઠળ હોવું જોઈએ; બોટનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિ માટે ન હોવો જોઈએ.

11 edit

વૈધ વૈકલ્પિક ખાતાંની છૂટ છે જો સભ્યપાનાં પર સંબંધ બતાવતી નોંધ મૂકેલ હોય. આ પ્રકારનાં ખાતાંના ઉપયોગ અસુરક્ષિત જગ્યાએથી જેમકે ઈન્ટરનેટ કાફે સંપાદન કરવા માટે હોવો જોઈએ. અન્ય ઉપયોગમાં લાક્ષણિકતાઓના પરીક્ષણ કે જેમાં અનેક ખાતાં જોઈએ, અથવા અર્ધ આપોઆપ થતાં સંપાદનો માટે જરૂરી વૈકલ્પિક ખાતાં વગેરેનો પણ સમાવેશ થાય છે જોકે તે પૂરતું સિમીત નથી. તે ખોરવણીના હેતૂથી ન વપરાવું જોઈએ અને પ્રબંધન હક્કોની વિનંતી અથવા અન્ય કોઈપણ મતદાનમાં મતની સંખ્યા વધારવા માટે તેના ઉપયોગની પરવાનગી નથી.

Work flow states edit

1 edit

પ્રગતિ

2 edit

સુધારો જરૂરી

3 edit

સુધારો ચાલુ

4 edit

ભૂલશુદ્ધિ ચાલુ

5 edit

તૈયાર

6 edit

પ્રકાશિત