વિકિડેટા:સુલભતા

This page is a translated version of the page Wikidata:Accessibility and the translation is 83% complete.
Outdated translations are marked like this.

આ પાનાંનો હેતુ સભ્યોને વિકિડેટાની સુલભતા વિશે જાણકારી આપવાનો છે. સુલભ હોવાનો મતલબ એ કે અપંગ લોકો જાણી, સમજી, શોધી શકે અને વિકિડેટા સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી શકે, અને તે વિકિડેટા પર યોગદાન કરી શકે. મોટાભાગની વસ્તીના સંબંધમાં અંધાપો અને દૃષ્ટિહીનતા અને એવા લોકો કે જે શારિરીક ખોડખાપણ ધરાવે છે.

માર્ગદર્શનના સિદ્ધાંત મુજબ, આપણું લક્ષ્ય WCAG 2.0ને સંતોષવાનું રાખવું જોઈએ, જે વેબ સુલભતાનું ISO પ્રમાણ છે. જ્યાં વ્યવહારિક હોય ત્યાં "AAA" અને બાકી "AA"ની કક્ષા જાળવવી જોઈએ.

જ્યારે ડિસેમ્બર ૨૦૧૨ની સ્થિતિ મુજબ વિકિડેટાનો કોઈ વિગતે સમીક્ષા થયેલ નથી, એવું લાગે છે કે વિકિડેટાની સુલભતાની કક્ષા ઘણી સારી છે. કોષ્ટક અને ક્રિયાત્મક તત્વો સોફ્ટવેર દ્વારા સાચી રીતે ગોઠવાયેલ છે. જ્યારે સભ્યો ફક્ત ચોક્કસ ખાનાં જ લખાણ દ્વારા ભરી શકે છે, તેઓ આ ક્ષણે સુલભતામાં કોઈ ફેરફાર કરી શકતા નથી. મોટા સુલભતામાં સુધારા માટે સોફ્ટવેરમાં ફેરફાર કરવા પડશે - તે વિકાસકર્તાની તરફે છે.

આ પણ જુઓ