વિકિડેટા:સ્વયંચલિત માન્ય સભ્ય

This page is a translated version of the page Wikidata:Autoconfirmed users and the translation is 62% complete.
Outdated translations are marked like this.

સ્વયંચલિત માન્ય સભ્યો એ એવા નોંધાયેલ સભ્યો છે જે ચોક્કસ માપદંડ પર ખરા ઉતરે છે.

કેટલીક ક્રિયાઓ વિકિડેટા પર ચોક્કસ અવધિ અને યોગદાનની સંખ્યા ધરાવતા સભ્ય ખાતાં માટે અવરોધિત હોય છે. સભ્યો કે જે આ જરૂરિયાતો સંતોષે તેઓ 'સ્વયંચલિત માન્ય' ઉપનામ ધરાવતા જૂથના સભ્યો બને છે. સ્વયંચલિત માન્ય સ્થિતિ જ્યારે જ્યારે સભ્ય અવરોધિત ક્રિયા કરે ત્યારે ચકાસવામાં આવે છે: ત્યારબાદ તે સોફ્ટવેર દ્વારા આપોઆપ છૂટ આપવામાં આવે છે. જોકે સ્વયંચલિત માન્ય સભ્ય બનવા માટેની ચોક્ક્સ જરૂરિયાતો પરિસ્થિતિ સાથે બદલાય છે, મોટાભાગનાં વિકિડેટા ખાતાં કે જે ચાર દિવસથી જૂના છે અને ૫૦ યોગદાન સંખ્યા ધરાવે છે[1] તે સ્વયંચલિત માન્ય ગણવામાં આવે છે.

પાનું ખસેડવા માટે (સિવાય કે વસ્તુ અને પ્રોપર્ટી, જે ખસેડી શકાતી નથી માત્ર લેબલ બદલી શકાય છે) અને અર્ધ સુરક્ષિત પાનું સંપાદિત કરવા સ્વયંચલિત માન્ય સભ્ય બનવું જરૂરી છે.[2] સ્વયંચલિત માન્ય સભ્યોને મોટાભાગની ક્રિયાઓ માટે કેપચા ઉમેરવાની જરૂર નથી.

જો, કોઈ કારણસર, કોઈ સ્વયંચલિત માન્ય સભ્ય ન હોય તેવા સભ્યને સ્વયંચલિત માન્ય તરીકેના અધિકાર જોઈતા હોય, તો તેઓ પ્રબંધક દ્વારા માન્ય સભ્ય કરી શકાય છે, સામાન્ય રીતે તેની વિનંતી Requests for permissions: Requests for other rights ખાતે કરવાની રહે છે.

નોંધ

  1. જુઓ bugzilla:46461 અને [$1 આ ચર્ચા]. આ યોગદાન સંખ્યા અન્ય વિકિ કરતાં વધુ છે કારણ કે અન્ય વિકિ કરતાં અહીં મોટા જથ્થામાં યોગદાન કરવું સહેલું છે.
  2. અર્ધ-સુરક્ષિત પાનાંની યાદી Special:ProtectedPages ખાતે જોઈ શકાય છે.

આ પણ જુઓ