વિકિડેટા:રદ કરવાની નીતિ

This page is a translated version of the page Wikidata:Deletion policy and the translation is 67% complete.
Outdated translations are marked like this.

આ પાનું વિકિડેટાની રદ કરવાની નીતિ ધરાવે છે. તમે રદ કરવા માટે Wikidata:Properties for deletion (ગુણધર્મો માટે) અથવા Wikidata:Requests for deletions (અન્ય પાના માટે) ખાતે વિનંતી કરી શકો છો.

લેખો ત્યારે રદ કરી શકાય જ્યારે:

  • લેખ નોંધનીયતાની જરૂરિયાત પૂર્ણ ન કરે.
  • લેખમાં ચોખ્ખી ભાંગફોડ હોય.
  • લેખ અન્ય લેખની પ્રતિકૃતિ હોય, બધી જ આંતરવિકિ કડીઓ અન્ય લેખમાં વિલીન કરેલ હોય.
  • લેખમાં કોઈ માહિતી ન હોય અથવા તે કોરો હોય.
  • રદ કરવા માટેનું અન્ય કોઈ સામાન્ય સમજ મુજબનું કારણ જે ઉપર જણાવેલ ન હોય.
  • જ્યારે ____ પરની ચર્ચામાં સર્વસંમતિ કોઈ લેખ રદ કરવાની થાય. આવી કોઈપણ ચર્ચા ઓછામાં ઓછી એક અઠવાડિયા માટે ચાલશે, અને ____ તરફેણ જોઈશે.

Items should not be deleted when:

  • The item redirects to another item.

અન્ય પાનાં રદ કરવા

અન્ય પાનાં રદ કરી શકાશે જ્યારે:

  • પાનું ચોખ્ખી ભાંગફોડ પ્રવૃત્તિ અથવા પ્રચાર સાહિત્ય હોય.
  • કોઈ સભ્ય એ પોતાની સભ્ય નામસ્થળ હેઠળના પાનાંની રદ કરવા વિનંતી કરેલ હોય.
  • નિયમિત જાળવણી કાર્ય, જેમ કે મીડિયાવિકિના કાળગ્રસ્ત સંદેશા દૂર કરવા.
  • જ્યારે ____ પરની ચર્ચામાં રદ કરવા સર્વસંમતિ સધાઈ હોય. આ પ્રકારની કોઈપણ ચર્ચા ઓછામાં ઓછી એક અઠવાડિયા માટે ચાલશે, અને ____ તરફેણ જોઈશે.

ભાષાંતરો રદ કરવા

પાનાંના ભાષાંતરો એવા સભ્ય દ્વારા કે જે ભાષાંતર પ્રબંધક અને પ્રબંધક હોય તેના દ્વારા ઉપર જણાવેલા કોઈપણ મુદ્દા માટે રદ કરી શકાય. કોઈપણ પ્રબંધક જે ભાષાંતર પ્રબંધક ન હોય તેઓ પોતાની જાતે જ પોતાના ખાતાંને કોઈપણ મતદાન વગર ભાષાંતર પ્રબંધકની નીતિના પાનાં પર જણાવ્યા મુજબ તેના હક્કો આપી શકે.

પુનરાવર્તન રદ કરવું

પ્રબંધકો પુનરાવર્તનો અથવા લોગ નોંધણીઓ રદ કરી શકે જ્યારે:

  • તે ખાનગી અથવા ગોપનિય માહિતી જાહેર કરે, તેમાં લોગ આઉટ થયેલ સભ્યનું IP સરનામાંની જાહેરાત પણ સમાવિષ્ટ છે.
  • પ્રકાશન અધિકારોનો ભંગ થતો હોય.
  • તે બદનક્ષીભરી માહિતી ધરાવતી હોય.
  • તે ગંભીર પ્રકારની હેરાનગતિ અથવા વ્યક્તિગત હુમલા ધરાવતા હોય.

કોઈ કિસ્સો કે જેમાં ઓવરસાઈટની જરૂર હોય, જ્યારે ઓવરસાઈટ આપી ન શકાય ત્યારે પ્રબંધકોએ વિવાદાસ્પદ સંપાદનોને પુનરાવર્તન દ્વારા રદ કરવા; જોકે, જો ગોપનિયતાની ચિંતા હોય, તો એવાં સંપાદન માટેના સારાંશો ન વાપરવા જોઈએ જે સંપાદનો તરફ મોટા પ્રમાણમાં ધ્યાન ખેંચે, ક્યારેય પાનાંની સામગ્રી દર્શાવતો સારાંશ ન આપો. એ પણ યાદ રાખો કે "રદ કરેલ પુનરાવર્તન" પણ ધ્યાનસૂચિમાં દેખાય છે, જ્યારે ઓવરસાઈટ નથી દેખાતી; તેથી પ્રબંધકોને આગ્રહ કરવામાં આવે છે દરેક કિસ્સામાં તેમની સામાન્ય સમજ પ્રમાણે સંવેદનશીલ માહિતી દૂર કરવી અને તેવી માહિતીનો પ્રચાર ન કરવો.